જમકું બકરી

(31)
  • 39.9k
  • 1
  • 16.3k

એક ગામમાં એક વડીલ રહેતા હતા જેઓ માટીકામ કરતા હતા. તેઓ એ એક જમકું નામની એક બકરી પાળી હતી. તેને સરસ મજાના બે ભોલું અને ગોલું નામના બે બચ્ચાં હતાં. બંને બચ્ચાં ખૂબ જ ડાયા અને મસ્તીખોર હતાં. બકરી પણ ખૂબ જ સમજુ અને હોંશિયાર હતી. વડીલ દરરોજ સવારે ઉઠીને રોજિંદા સમયપત્રક પ્રમાણે કાર્ય કરતા હતા.સવારે વડીલ ઉઠે, મોં સાફ કર્યા બાદ બકરીને દોહીને કઢા જેવી ચા બનાવીને, બચ્ચાઓને આધોડિયામાં મૂકી, એના ઉપર પથ્થર મૂકીને બકરીને સાથે લઈ ગામના તળાવમાં માટી લેવા જતા. બકરી તળાવના કિનારે પોતાને મનપસંદ વનસ્પતિઓના પાંદડા આરોગતી ને વડીલ ત્યાં સુધીમાં તળાવમાંથી ચીકણી માટી ખોદતાં, દોડીયામાં