હું, સલીમભાઈ અને જેડી

  • 3k
  • 1.1k

 આજે રવિવાર હતો, આરામનો દિવસ. બાકી દિવસોમાં સવારે છ વાગ્યા પહેલાં પથારી છોડવી પડતી હોય છે, પણ રવિવારે હું તે પથારીનો મનમોકળાપણે ઉપભોગ લેતો હોઉં છે. સુરજદાદા ઉગીને બે કલાક થઇ ગયા હતા, ત્યારે પથારીમાંથી આળસ મરડીને ઉભો થયો. ત્યાં જ  નીચેથી અવાજ આવ્યો, “ઉઠો હવે કેટલા બધાં કામ કરવાના છે, પથારીમાં શું ઘોંટી રહ્યા છો.” હું સાવધાન થઇ ગયો. સાલું, રાત્રે પત્નીશ્રીએ કોઈ પ્રોગ્રામ કહ્યો હતો, જે હું ભૂલી ગયો હોઉં. યાદ કરવામાં પાચ મિનીટ નીકળી ગઈ, પણ કંઇ યાદ ન આવ્યું એટલે મન મજબુત કરીને નીચે ગયો. ‘પડશે એવા દેવાશે’ એ વિચાર સાથે  નીચે જઈને પ્રાથમિક વિધિ પતાવી