કલ્મષ - 2

(29)
  • 3.6k
  • 2.3k

પ્રકરણ 2 પ્રયાગરાજથી પાછા ફર્યાને બે દિવસ વીતી ચૂક્યા હતા . વિના કોઈ કારણ અગમ્ય બેચેની ઘર કરી ગઈ હોય તેવું પ્રતીત થતું રહ્યું વિવાનને. તે પાછળનું કારણ શોધવા કેટલો પ્રયાસ કર્યો પણ મન હાથથાળી દેતું રહ્યું અને અચાનક મનમાં પ્રકાશ પડ્યો. હા, કદાચ સ્વામીજીએ સાવધાન રહેવાની જે વાત કરી એ વાત સુષુપ્ત મગજમાં કોઈ ખૂણે ઘર કરી ગઈ હતી એ સિવાય નવું તો કશું વિશેષ થયું નહોતું. ફોનની રિંગે વિવાનની વિચારધારામાં ભંગ પડ્યો. સામે છેડે રાજેન ગોસ્વામી હતો.'તો કેવું રહ્યું પ્રયાગરાજ , વિવાન?' રાજેન ગોસ્વામી સાથેના સંબંધો જ એવા હતા કે ગોસ્વામી વિવાનને તુંકારે સંબોધન કરી શકતા. 'એઝ યુઝઅલ