ભુલા દેના મુજે....

  • 3.2k
  • 1
  • 966

ભૂલા દેના મુજે................ મને આજે પણ યાદ છે મારો “ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ” નો  તે આઠમા ધોરણનો પહેલો દીવસ, બધા વિધાર્થીઓનો આજે પહેલો દીવસ હોવાથી ટીચર બધાનો એક બીજા સાથે ઇન્ટ્રોડક્સન કરાવતા હતા, દરેક વિધાર્થી એક પછી એક પોતાનું ઇન્ટ્રોડક્સન આપતા હતા, એવામાં જ એક આવાજ સંભળાયો મી આઈ કમ ઈન સર......  અમારા ટીચરની સાથે આખા ક્લાસના તમામ વિધાર્થીઓ દરવાજા સામું તાકી રહ્યા, દરેકની આંખોમાં આશ્ચર્ય અને વાવ નો ભાવ હતો, આ દરવાજા સમક્ષ એક રૂપકડી ઢીંગલી જેવી “સુંદરતાથી પણ સુંદર” છોકરી પીંક કલરનું ફ્રૉક પહેરીને ઊભી હતી, અમારા ટીચર જાણે કોઈ સ્વપ્નમાંથી જાગ્યા હોય તે રીતે બોલ્યા યસ પ્લીઝ