રોજ સવારે

  • 2.9k
  • 1.1k

મારું લખેલું તો મોટે ભાગે entertainment માટે જ હોય. માણો એક હાસ્ય લેખ.રોજ સવારે ************રાત રહે જ્યારે પાછલી ષટ ઘડીસાધુ પુરુષ હોય એણે સુઈ જ રહેવું.ના. ટાઈપ ભૂલ નથી. હું કહું છું. શાસ્ત્રો કે શાસ્ત્રોના નામે કે ફોરવર્ડ મેસેજો ગમે તે કહે, મેડિકલ સાયન્સ તો કહે જ છે કે પાછલા પહોરની ઊંઘ શરીરે રાત્રીમાં કરેલ રિપેરિંગ પર ફિનિશીંગ ટચ આપે છે અને એ ઊંઘ ન મળવાથી ઘણું નુકસાન શરીર, મગજ, મન, એ બધાના માલિકના કુટુંબીઓને સહન કરવું પડે છે.ચાલો, તમારી સવાર કેટલા વાગે પડે? 5? 6.30? 8.30? અરે ભાઈ, જાગ્યા ત્યાંથી સવાર ગણો. આ કહેવતવાળા બુમો પાડી કહી ગયા છે.