ઉત્તરાયણ પર અબોલ જીવોની સેવા કરતાં ઇન્દુબેન પ્રજાપતિ

  • 2.4k
  • 864

ઉત્તરાયણ એટલે આનંદ અને ઉલ્લાસનો તહેવાર. આખું વર્ષ જેમને કામ ધંધામાંથી ફુરસત ન મળે એ લોકો પણ પરિવાર સાથે આ તહેવારનો આનંદ માણતાં જોવા મળે છે. ઉત્તરાયણ આવે એટલે યુવાનો, વૃદ્ધો અને ખાસ કરીને બાળકો મકાનનાં ધાબે ચઢી જાય છે અને પતંગ ચગાવવાનો અદ્ભુત આનંદ માણે છે. નોકરિયાત કે વ્યાપારી વર્ગ માટે આ તહેવાર માત્ર બે દિવસનો હોતો હશે, પણ બાળકો માટે આ તહેવાર એક મહિનાથી પણ વધારે લાંબો હોય છે. બાળકો ઉત્તરાયણના પંદર કે વીસ દિવસ અગાઉથી પતંગની મોજ માણતા જોવા મળે છે અને ઉત્તરાયણના દસ કે પંદર દિવસ પછી પણ બાળકો ધાબે જ જોવા મળે છે. અહીં લોકો