મારી નજરે મીઠીવાવનો ઇતિહાસ " એક ઇતિહાસના વિદ્યાર્થી તરીકે કોઈ પણ બાબતમાં ઊંડાણ પૂર્વક દ્રષ્ટિ રાખવી એ મારી ફરજ છે અને તથ્યોને જાણવા એ મારી જીજ્ઞાસા છે " પાલનપુરના ઇતિહાસનો અદ્વિતીય અને અનમોલ પ્રતિષ્ઠા ધરાવનાર ધરોહર એટલે મીઠીવાવ,જે પાલનપુરના બહાદુરગંજ ત્રણ બત્તી એરિયામાં આવેલી છે,મીઠી વાવ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલી પ્રાચીન અને ઐતહાસિક વાવ છે. એક ઇતિહાસ કાર પાસેથી આ વાવ વિશે જાણવા મળે છે કે ૮મી સદીમાં બંધાયેલી આ વાવ પરમાર વંશના શાસનની એકમાત્ર નિશાની તરીકે બાકી રહી છે.મીઠી વાવ પાલનપુરના પૂર્વ ભાગમાં આવેલી છે. આ વાવમાં પાંચ માળ આવેલા છે, જેમાં પશ્ચિમ બાજુથી પ્રવેશી