ચંદ્રની સાખે - ભાગ 2 - છેલ્લો ભાગ

  • 2.4k
  • 1
  • 908

સવારે મનનને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. કોર્ટમાં મનને પોતાનો ગુનો કબુલી લીધો ઉપરાંત સ્કેમ કેવી રીતે આચરવામાં આવ્યું, તે વિષે કોર્ટને માહિતી આપી. પારસ પણ કોર્ટમાં હાજર હતો, તેને મનનના આ પગલાથી થોડું આશ્ચર્ય થયું પણ તે ખુશ હતો કારણ મનનની જુબાનીથી ઘણાબધા મોટા માથા કાયદાના સકંજામાં આવવાના હતા, તે ઉપરાંત મનને પોલીસને સહકાર્ય કરવાની ખાતરી આપી.  જજે આ ફાયનાન્શીયલ ક્રાઇમની વધુ તપાસ કરી, તેમાં સંડોવાયેલા બધાને ઈવિડન્સ સાથે અરેસ્ટ કરવાનો આદેશ આપ્યો અને સાથે જ મનનને ૩૦ લાખનો દંડ કરવામાં આવ્યો, પણ પોલીસને તપાસ કાર્યમાં સહકારની ખાતરી સાથે તેની જેલની સજા માફ કરવામાં આવી. કોર્ટમાં ઘણા બધા લોકોને તે