પશ્ચાતાપ (ભાગ-૧) મનોજભાઇ અને સેવંતીબેનને સંતાનમાં એકમાત્ર પુત્ર તરીકે અનુજ હતો. તેઓ બંને પતિ-પત્ની પોતે પણ એટલા ભણેલા હતા કે તેઓએ તેમના પુત્રના ભણતરમાં કોઇ કમી જ નહોતી રાખી. અનુજ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. ધીમે-ધીમે સમય વહેતો ગયો ને તેમનો પુત્ર હવે એકવીસ વર્ષનો થઇ ગયો. તેમણે તેમના પુત્રને વિદેશ ભણવા મોકલ્યો. સેવંતીબેનને મનમાં થોડો કચવાટ હતો કે, એકમાત્ર પુત્ર છે ને તેનાથી અલગ વિદેશ જાય છે, પરંતુ સાથે-સાથે ખુશ પણ હતા કે તેમનો પુત્ર હવે જીવનમાં ઘણો આગળ વધવાનો છે. અનુજે તેની વિદેશ જવાની બધી જ તૈયારી કરી લીધી. બીજા દિવસે તેની આઠ