સ્વત્વ

  • 3k
  • 1
  • 1.2k

'સટાક...' કરતો એક તમાચો રિક્તા, તમારા કોમળ ગાલે પડ્યો એ સાથે તમારા ગાલ પર અવધની ચાર આંગળીની છાપ લાલ રંગે ઉપસી આવી. તમારા કાનમાં એ તમ્મરનો અવાજ જેટલો ન્હોતો ગુંજતો એટલો મનને થયેલી પીડાનો પોકાર આંસુની ધાર બની ચચરાવતો હતો. રિક્તા તમને આજથી પંદર વર્ષ પહેલાં શું કલ્પના પણ હતી કે તમારી પાછળ પાગલ મજનુ બનીને ફરનારા તમારા પ્રેમી એવા અવધ તમારા પતિ બનીને આવા ઉદ્ધત બની જશે? ખેર તમે વિચારી રહ્યાં કે તમે એવો તે મોટો ક્યો ગુનો કરેલો? જેની તમને આટલી અપમાનજનક સજા મળી! એવું વિચારતાં એક જ વાત તમારા ૠજુ હૃદયને પીંખતી રહી કે કદાચ પ્રેમ કરવો