મેં અગાઉ લખેલી હાસ્ય કથા બર્થડે કેક માણીએ. અગાઉની ઘણી વાર્તાઓની જેમ આમાં મસ્કત અને ગલ્ફ કન્ટ્રીઝ માં રહેતા ભારતીયો ની વાત ડોકાય છે. ત્યાં પણ મોંઘવારી હોય અને કમાવા ના ખાનગી રાહે લોકો રસ્તા કરતા હોય તેની વાત. જો કે કાલ્પનિક છે.*******બર્થડે કેક----------લોકો જન્મ્યા હોય ત્યાં જ પડ્યાપાથર્યા કેમ રહેતા નથી? વાચકો, તમારામાંના કેટલા જ્યાં જન્મ્યા ત્યાં જ છે? ભણવા કે કમાવા માટે દૂર જવું પડે છે. ખરુંને? એટલે કે પેટ લોકોને એક કરે છે. ઘણી સંસ્કૃતિઓનું આદાન પ્રદાન ડાઇનિંગ ટેબલ, નહીતો થાળી પર જ થયું છે. અમે પણ અન્ય ભાતભાતના, વિવિધ પ્રાંતના લોકો સાથે મુખ્યત્વે વધુ કમાવાના આશયથી