જે પણ વસ્તુઓની તમે ઇચ્છા કરો છો, જો પ્રાર્થનાના સમયે વિશ્વાસ કરો કે, તે તમને મળી રહી છે, તો તે તમને મળી જશે. આને ફરીથી વાંચો અને કાળના ફરક પર ધ્યાન આપો. ‘વિશ્વાસ’ અને ‘મળી રહી છે’ – વર્તમાન કાળમાં છે, પરંતુ ‘મળી જશે’ – ભવિષ્ય કાળમાં છે. પ્રેરિત લેખક આપણને વ્યાકરણના આ નાનકડા અંતરથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત બતાવી રહ્યાં છે, પરંતુ આપણે આ હકીકતને સત્ય માની લઈએ છીએ અને સ્વીકાર કરી લઈએ છીએ કે, આપણી ઇચ્છા વર્તમાનમાં જ પૂરી થઈ ચુકી છે, તો આ ભવિષ્યમાં અવશ્ય પૂરી થશે. આ ટેકનિકની સફળતા એ વિશ્વાસમાં સમાયેલ છે કે, વિચાર કે