આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે. એનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. ***************** "આજકાલ કંઈક અલગ જ અનુભવ થાય છે. હું અંધકાર બની રહ્યોં છું. મારામાં બધું જ સતત ખેંચાઈને ઉડતું, અફડાતુ, ઘૂમરાતુ જણાય છે જાણે કંઈ જ અકબંધ નહીં રહે, બધું જ તૂટી જશે . અંધકાર, ઉજાસ મારાંમાંથી કંઈપણ બહાર નથી જઈ રહ્યું ઉલ્ટાનું બધું અંદર પ્રવેશી રહ્યું છે. મને મારું અસ્તિત્વ અનુભવાય છે પણ નથી દેખાઇ રહ્યું. હું જાણે એક પોલી વસ્તુમાં પરિવર્તિન પામ્યો છું. જેની ઘનતા વધતી જાય છે. આ શું થઈ રહ્યું છે મને! નથી સમજાતું વેદ. મને નથી સમજાતું." માથું પકડી શ્યામ