લાગણીઓનો મેળો

  • 3.2k
  • 1.1k

અંધારું જીવનનું હોય કે પછી રાતનું સવાર તો થવાની જ છે .પરંતુ હૈયાન આ વાત થી સાવ અજાણ છે. મેઘનાના ગયા પછી જાણે એનું જીવન વેરાન થઈ ગયું છે. દિવસનું ભાન નથી ના રાતનું . ક્યારેક જીવનમાં લાગણીઓનો મેળો આવે ને ક્યારેક એ જ સુકાય ગયેલી લાગે . આવુ જ કઈંક હૈયાનના જીવનમાં બની રહ્યું છે . પોતાની આખોમાં પ્રેમ અને આંસુ એ પણ મેધનાના નામના. એને બરાબર જાણ છે હવે આ દુનિયામાં નથી અને પાછી ક્યારેય નહિ આવે છતાં એ આસ હજી એનામાં જીવી રહી છે.લગભગ રાતના 2 વાગ્યા છે.ચારેઓર અંધારું છે. હૈયાન ચાલતા ચાલતા આગળ વધી રહ્યો છે.