રોજ શાળામાં પ્રવેશતા અનામિકાની આસપાસ એની વિદ્યાર્થીઓ તેને ઘેરી લે. અને ગુલાબ કે વિવિધ ફૂલોનો ગુલદસ્તો તેના પ્રિય શિક્ષકને તેઓ આપે .હંમેશા હસતો અનામિકાનો ચહેરો ના જાણે કેટલાય દુઃખોને દિલમાં ધરબી દીધા હશે તે ક્યાં કોઈને ખબર ? કે આ હસતો ચહેરો કેટલું દુઃખ સહન કરતો હશે ? પણ અનામિકા માટે તો તે તેના વિદ્યાર્થીઓનો મુખ પર નું સ્મિત જાણે તેના દિવસભરની ઉર્જા બક્ષે. તેની આંખોમાં તેના પ્રત્યેનો પ્રેમ તેને જીવન જીવવાની પ્રેરણા આપે...એમાં પણ આરવનના મૃત્યુ પછી તો અનામિકાની અંદર ક્યાંથી એટલું તેજ કે શક્તિ આવી કે