અખંડ સિદ્ધિ

  • 3.3k
  • 1
  • 1.3k

આજે કાળી ચૌદસનો દિવસ હતો અને રજા હોવાને લીધે રઘુ બજારમાં ફરવા નીકળ્યો હતો. તેના ખિસ્સામાં કૂલ મળીને ત્રણસો રૂપિયા પડ્યા હતા. આમ તો ગઈકાલે જ તેની કંપની તરફથી બે હજારનું બોનસ મળ્યું હતું, પણ તેણે પાળેલા શોખ એટલા મોંઘા હતા કે રાત્રે જ પંદરસો રૂપિયા દારૂ પાછળ અને જમવા પાછળ બસો રૂપિયા ઉડાડી દીધા હતા. ગઈકાલે વીશીમાં જમવા જ ગયો ન હતો. જમવા ગયો હોત તો આંટી પૈસા માગી લેત અને પછી દારૂ ક્યાંથી પી શકાત.         રઘુ હવે કોઈ ખર્ચ કરવા માગતો ન હતો તેથી તે હાથ પાછળ બાંધીને આરામથી બજારની દુકાનોને જોઈ રહ્યો હતો. તેને ઈચ્છા થઇ