આમ્રપાલી

  • 1.7k
  • 1
  • 644

ફિલ્મનું નામ : આમ્રપાલી ભાષા : હિન્દી પ્રોડ્યુસર : એફ. સી. મેહરા ડાયરેકટર : લેખ ટંડન કલાકાર : વૈજયંતીમાલા, સુનીલ દત્ત, પ્રેમનાથ રીલીઝ ડેટ : ૧૧ સપ્ટેમ્બર ૧૯૬૬           તેનો જન્મ કોલ્હાપુરના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ અન્નાસાહેબ રાજોપાધ્યે. અન્નાસાહેબ ફોટોગ્રાફર તેમ જ કલાકાર હતા અને બાબુરાવ પેન્ટરની ફિલ્મોમાં કામ કર્યું હતું. તે અગિયાર વર્ષની હતી તે સમયે અન્નાસાહેબનું મૃત્યુ થઇ ગયું.         જન્મજાત કલાકાર એવી તેણે ‘સર જે. જે. સ્કુલ ઓફ આર્ટ’ માં એડમીશન લીધું, જ્યાં તેણે ઉષા દેશમુખ ગોલ્ડ મેડલ પણ મેળવ્યું. તે પછી ‘પ્રોગ્રેસીવ આર્ટીસ્ટસ ગ્રુપ’ ની સભ્ય બની અને તેમની સાથે એક્ઝીબીશન કર્યા.