એકાંત

(12)
  • 2.4k
  • 1
  • 802

એકાંતને ઓવારે બેઠી જો હોઉં,શૈશવ કીકીઓમાંથી ધીમું મલકે.             લગ્ન આડે ત્રીસ દિવસ જ બચ્યા હતા, ત્રીસીને પાર કરી ગયેલી રમાએ બારી બહાર નજર કરી. અડધો રહી ગયેલો ચંદ્ર જાણે તેની સામે જ જોઈ રહ્યો હોય તેમ લાગ્યું. મનની પ્રસન્નતાને લીધે વાતાવરણ પ્રફુલ્લિત લાગી રહ્યું હતું. તે આજે જ ગામડે પહોંચી હતી અને ઘર વાળીને ચોખ્ખું કર્યું હતું. તેના પિતા કરસનભાઈનો ફોટો દીવાલ ઉપર હાર સાથે સજાવી દીધો હતો. સંપૂર્ણ દિવસ કામ કરીને થાકી ગયા છતાં રમાની આંખમાં ઊંઘ ન હતી. તેણે જેને ચાહ્યો હતો તેની સાથે જ તેના લગ્ન થવાના હતાં.             બાકી બહેનોનું જીવન થાળે પડે તે માટે