મનથી અફસોસ

(11)
  • 3.7k
  • 2
  • 1.4k

મનથી અફસોસ             મંજુલાબેન અને ગીરીશભાઇ લગ્નગ્રંથિમાં બંધાયા ત્યારે તેઓ ઘણા સમૃધ્ધ હતા. ધીમે-ધીમે સમયનું ચક્ર ફરવા લાગ્યું. તેમના જીવનમાં બે દીકરીઓ અને એક પુત્રનું સુખ આવ્યું. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. બાળકો મોટા થઇ ગયા હતા. તેમનો અભ્યાસ પણ પૂરો થઇ ગયો હતો. તેમના સુખી પરિવારમાં બસ શાંતિ જ શાંતિ હતી. ત્યાં અચાનક તેમના જીવનમાં ભૂકંપ આવ્યો. ગીરીશભાઇને કયાંકથી દારૂ પીવાની લત લાગી ગઇ અને તે પણ એવી લાગી કે તે હવે ચોવીસ કલાક દારૂ પીવા લાગ્યા. ઘરમાં હવે અશાંતિ ફેલાઇ ચૂકી હતી. રોજ ઘરમાં કંકાસ થવા લાગ્યો હતો. હવે તો મંજુલાબેન અને ગીરીશભાઇ જે પહેલા એકબીજા સાથે