સંસ્કાર

  • 3k
  • 1
  • 962

ગઈ કાલની વાત કરું, અમિતાભ બચ્ચન શ્રી દ્વારા ચાલતો એક શો 'કૌન બનેગા કરોડપતિ' પર એક અદ્ભુત દ્રશ્ય રચાયું. નાના બાળકો માટેનો વીક હોવાથી નાના નાના બાળકો ત્યાં હાજર હતા, લગભગ બધાની ઉંમર 13 વર્ષ આસપાસ હશે. 13 વર્ષની ઉંમરે બે પૈડે સાયકલ શીખતા માંડ આવડે ત્યાં એ બાળકો જ્ઞાન સાથે ત્યાં સુધી પહોંચી જાય એ વાત ખરેખર અદ્ભુત છે. અમુક પ્રશ્નો એવા કે જેના જવાબ આપણને પણ ના આવડે. એમાંથી એક બાળક જેનું નામ અંશુમાન પાઠક હતું એને અમિતાભ બચ્ચનજીને પોતે કંઈક વાત રજૂ કરવી છે એમ કહ્યું, અમિતજી એ હા કહ્યું એટલે બાળકે શૂઝ પહેરેલા ઉતારીને ઉભા થઈને