મેજિક સ્ટોન્સ - 15

  • 1.7k
  • 1
  • 928

લેગોલાસ અને જસ્ટિન વચ્ચે બરાબર નો જંગ ખેલાય રહ્યો હોય છે. લેગોલાસ જસ્ટિન ઉપર પોતાની બધી જ તાકાત નો ઉપયોગ કરી જોર જોર થી ભાલા થી પ્રહાર કરે છે. જસ્ટિન પોતાની જાતને માંડ માંડ એનાં પ્રહારથી બચાવીને લડતો રહે છે. જસ્ટિન વિચારે છે કે લેગોલાસ ને સીધી રીતે લડીને હરાવવો મુશ્કેલ છે માટે એને હવે કોઈ બીજી રીતે જ હરાવવો પડશે. જસ્ટિન સ્ટોનની રિયલ પાવર નો ઉપયોગ કરવાનું વિચારે છે. જસ્ટિન આંખો બંધ કરીને ધ્યાન મગ્ન થઈ જાય છે. એકાએક ત્યાંનું વાતાવરણ બદલાવા લાગે છે. આકાશ માં વીજળીઓ થવા લાગે છે. કાળા કાળા વાદળ ઘેરાવા લાગે છે. ધૂળની ડમરી ઓ