આજે તો લઈ આવી છે મીરાં.. વહાલાં બાળકો માટે એક સરસ મજાની સુંદર વાર્તા. "તમને ખબર છે બાળકો કે કાગડા કાળાં કેમ હોય છે?" "નથી ખબરને?" ચાલો હું તમને કહું.પહેલાનાં સમયમાં બધાં જ પક્ષીઓ સફેદ રંગનાં હતાં.આથી શિકારીઓને તે તરત જ નજરમાં આવી જતાં હતાં.બિચારા નિર્દોષ પક્ષીઓ રોજ શિકાર બની જતાં. એક વાર બધાં પક્ષીઓ ભેગાં થયાં અને વિચાર્યું કે, "શું કરીએ તો આ શિકારીથી બચી શકાય?" પછી નક્કી થયું કે બધાં ભગવાન પાસે જાય અને એમને આ સમસ્યા વિશે વાત કરે. બધાં પક્ષીઓ ભેગાં મળીને ભગવાન પાસે ગયાં.અને ભગવાનને વાત કરી કે, "હે ભગવાન!અમારી રક્ષા કરો.અમારો શિકાર શિકારી રોજ