જસ્ટિન બીજા દિવસે સવારે કોલેજ જવા માટે નીકળે છે જે એનો રોજનો નિત્યક્રમ હોય છે. પહેલાં કોલેજ, કોલેજ પત્યાં બાદ લંચ અને પછી એનું કેબનું કામ બસ આજ હતું એનું રોજીંદુ જીવન. એનામાં કોઈ પણ જાતના ફેરફાર વગર જસ્ટિનનું જીવન ચાલી રહ્યું હતું. રોજની જેમ આજે પણ જસ્ટિન સાથે પ્રેક કરવા માટેની તમામ તૈયારીઓ એના ક્લાસના છોકરાઓએ કરી રાખી હતી. જસ્ટિન ક્લાસમાં પહોંચ્યો તો ત્યાં નું વાતાવરણ શાંત હતું. જસ્ટિન ને ખુબ નવાઈ લાગી કે આજે એને કોઈ હેરાન નથી કરી રહ્યું. જસ્ટિનને ખબર ન હતી કે આ તો તોફાનના આવવાનાં પહેલાંની ખામોશી હતી. જસ્ટિન જેવો જઈને એની ખુરશી પર