મને મળવા આવીશ?

  • 2.7k
  • 2
  • 932

વાર્તા: મને મળવા આવીશ?રચનાકાર: શ્રીમતી સ્નેહલ રાજન જાની"દીકરા, મને મળવા તો આવીશ ને?" ઈચ્છા ન હતી, પૂછવું ન હતું છતાં પણ મમતાબેન પોતાનાં દીકરા મિતને પૂછી બેઠાં.મિત આજે અમેરિકા જઈ રહ્યો હતો. એનું ભણતર એણે ત્યાં જ કર્યું હતું. ભણવામાં પહેલેથી હોંશિયાર હતો ઉપરથી ઘર પૈસેટકે સુખી હતું એટલે કોઈ ચિંતા ન્હોતી. સ્નાતક સુધીનો અભ્યાસ એણે ભારતમાં જ કર્યો હતો અને અનુસ્નાતક માટે એ અમેરિકા ગયો હતો. ત્યાંથી પદવી મેળવી લાવી ભારતમાં એણે પોતાની બહુ મોટી કંપની ખોલવી હતી.એ અમેરિકા ભણતો હતો એ દરમિયાન એનાં પિતાનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું અને એની માતા મમતાબેન એનાં આવવાની રાહ જોઈ