સંબંધ - એક અજબ પ્રેમકહાની - 4

  • 1.7k
  • 876

જુદાઈ - ફરી એકવાર 'મારો દિકરો આવી ગયો' શ્યામના દિલથી બોલાયેલા શબ્દો જાણે સાચા પડી રહ્યા. શ્યામના ઘરે અદ્દલ શ્યામ જેવો જ દેખાવ લઈને એક સુંદર પુત્રએ જન્મ લીધો. શ્યામ અને તેના આખા પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ. સૌ કોઈ જાણે બાળકને તેડવા અને રમાડવા માટે દોડી આવતા. પોતાના પરિવારના સભ્યો તો ઠીક, ચાલોને તેના ગામના લોકો પણ ઠીક તેના કરતા પણ વધારે શ્યામના ઘણા બધા દર્દીઓ પણ શ્યામના દીકરાને રમાડવા અને જોવા માટે આવતા. અનેક લોકોના આશીર્વાદ પોતાના પુત્રને મળી રહેલા જોઇને શ્યામ પણ ખૂબ ખુશ હતો. પ્રિયાની તો જિંદગી જાણે સાવ બદલાઈ જ ગઈ. તે તો હવે પોતાના