લોકશાહીનું મહાપર્વ - ચૂંટણી

  • 4.5k
  • 1.5k

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. અહીં ચૂંટણી એક તહેવારની જેમ ઉજવાય છે. ચૂંટણીનો શંખનાદ ફૂંકાય કે તરત રસ્તાઓ પર નેતાઓ અને તેમના સમર્થકોનો જમાવડો જોવા મળે છે. ગામના ચોકે ને શેરીઓના નાકે, ખાસ કરીને ચાની ટપરીઓ પર રાજનીતિની વિશેષ ચર્ચા જોવા મળે છે. કોઈ નેતાને કેમ વોટ આપવો કે ન આપવો એ વિશેની રસપ્રદ ડીબેટ્સ જોવા અને સાંભળવા મળે છે. બધાનાં અલગ અલગ મંતવ્યો હોવા એ લોકશાહીની ખાસિયત છે. કોઈને મોંઘવારી, બેરોજગારી, ગરીબી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ સ્પર્શે છે, તો કોઈ ધર્મ, જાતિવાદ, વ્યક્તિપૂજા, પરંપરાગત વિચારશૈલી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપે છે. અહીં દરેક વ્યક્તિના