જીવન એક સંઘર્ષ-૪ શતાયુ બીલકુલ ચૂપ મૌન રહ્યો."કેમ કાંઇ બોલતા નથી ?" શીખાએ ગુસ્સામાં કહ્યું."મારી પાસે કહેવા માટે કંઈ નથી. મારે થોડો સમય જોઈએ છે."સમયનું કામ પસાર કરવાનું છે. સમય પસાર થતો રહ્યો. કોલેજ પૂરી થઈ ગઈ હતી. હું નોકરી માટે પ્રયત્ન કરતો રહ્યો. સફળતા જાણે મારે માટે મારી દુશ્મન બની હતી. શીખા મને મળતી. ફોન પર વાત કરતી હતી. જેમ જેમ સમય પસાર થતો રહ્યો હતો તેમ તેમ હું સમયની સાથે હું તૂટી રહ્યો હતો અને શીખા તેના લગ્નના નિર્ણય પર અડગ હતી, જે તેના પ્રેમનો અધિકાર હતો તેને મેળવવા કટિબદ્ધ હતી.માનવ જીવન દરમિયાન મૌન બે પ્રકારના હોય છે. એક