સાપુતારાની મુલાકાતે - 3

  • 4.5k
  • 2
  • 1.9k

સાપુતારાની મુલાકાતે ભાગ-૩ સાપુતારામાં હોટલમાં ફ્રેશ થયા પછી અમે સીધા સાપુતારા લેક જોવા નીકળી પડયા. એ પછી સાપુતારા લેક અને સનસેટ પોઇન્ટની મુલાકાત લઇ અમે આગળ ટેબલ પોઇન્ટ તરફ આગળ વધ્યા. હવે આગળ........................             ટેબલ પોઇન્ટ પર જવાનો રસ્તો બહુ જ આકરો અને અઘરો છે. ત્યાં ઉપર હેવી ગાડી હોય તો જ તમે ઉપર સુધી જઇ શકો. પણ બાકીના પ્રવાસીઓ તો ગાડી નીચે જ પાર્ક કરીને ઉપર તરફ ચાલતા જાય છે. ત્યા સુધીનો રસ્તો બહુ ઢોળાવવાળો છે. અમે ટેબલ પોઇન્ટ પર વાહન કરીને પહોંચ્યા. ત્યાં પણ સરસ વાતાવરણ હતું. ત્યાં પણ ખાણી-પીણી બજાર છે, ફૂલોથી સુસજ્જીત સાયકલો, બાળકો માટેની ગાડીઓ