ગૌરી - 1

  • 3k
  • 1.1k

આજે સાંજે પાંચ વાગ્યે રોજ ની જેમ મારી મનપસંદ જગ્યાએ જઈને ઉભો રહ્યો. મારી મનપસંદ જગ્યા એટલે મારી પ્યારી ગૌરીનું ઘર. ગૌરી મારી ગીર ગાય છે. અર્થાત હુ મારા તબેલા પર જઈને ઉભો રહ્યો. ગૌરી સાથે મારે આત્મીયતાના સંબંધો. રોજ અમે બંને એકબીજા સાથે સરસ વાતો કરીએ. એ મારી વાતો સાંભળે - સમજે. હુ એની વાતો સમજવાનો પ્રયત્ન કરું.ખુબ જ પ્રેમાળ. હા, તે મારા સિવાય કોઈને સ્પર્શ ન કરવા દે. હુ જેમ જેમ ઈતર કાર્ય માટે વાડા માં ફરું તેમ તેમ તે મારી સાથે સાથે ફર્યા કરે. સાંજનું તમામ કામ પૂર્ણ કરી હું ઘરે જતો રહ્યો.સવાર થઈ.આજે મારું મન નહોતું