મનોવ્યથા - એક ગૃહિણી તણી !

(14)
  • 2.9k
  • 1.2k

કૉલેજ ભણતી હતી ત્યારે મનમાં જાતજાતના કોડ ઉમટતા હતા, જીવન સાથીની સંગે નવું જ જીવન જીવવાનાં. ઘરમાં નવી નવી ભાભીઓ, બહેનપણીઓના નવા નવા લગ્ન થયેલાં જોવામાં આવતાં, તે જોઈને મનમાં ગલગલિયાં થઈ જતાં ! સંસ્કારી ને મધ્યમવર્ગી ઘરની દીકરી એટલે ડહાપણથી જીવવું જોઈએ. કૉલેજમાં  છોકરાઓ જોડે રંગરેલિયાં કરીએ ને પાછળથી છોકરાઓ હાથતાલી દઈ જાય તો પછી નાલેશીભરી જીંદગી. જીવવામાં શું મઝા ? વળી માં –બાપને છકેલી છોકરીને પરણાવવામાં પણ કેટલી મુશ્કેલીઓ આવે ?! આ બધી સમજણના આધારે કોઈ છોકરા માટે આકર્ષણ ખૂબ થાય તો ય મનને મનાવી વાળી લેતી ને આગળ વધવા જ  ના દેતી. ગ્રેજ્યુએટ થઈ.  બી. એસ.સી., ફર્સ્ટ