મોરબી હોનારત

  • 2.4k
  • 1
  • 844

છેલ્લા ૪૮ કલાકથી કશુંક લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ મારા દરેક શબ્દ, સહાનુભૂતિ અને સંવેદના મને પોતાને જ વામણા લાગી રહ્યા છે. કેટલાય ડ્રાફ્ટ ડીલીટ કર્યા પછી અને કેટલાય અધૂરા છોડ્યા પછી ફાઈનલી એવું લાગે છે કે આ ડ્રાફ્ટ કદાચ હું ક્યાંક પબ્લીશ કરી શકીશ. એમ.બી.બી.એસ માં એડમીશન લીધું ત્યારે અમારા એક સાહેબે મને કહેલું, ‘એક વસ્તુ એવી છે જે આપણા દેશમાં સૌથી સસ્તી છે પણ આપણા માટે એ અતિમૂલ્યવાન છે. એ છે માનવ જિંદગી ઓ.’બે દિવસ સુધી સતત સોશિયલ મીડિયામાં ગાજ્યા બાદ સંવેદના, સહાનુભૂતિ અને આક્રોશનું મોજું ધીમે ધીમે ઓસરી જશે. ૪૮ કલાકમાં લગભગ તમામ મંત્રીઓની મોરબી મુલાકાત