જીવનસંગિની - 33 - છેલ્લો ભાગ

(13)
  • 2.1k
  • 2
  • 824

પ્રકરણ-૩૩ (માફી) આકાશનું ભણવાનું હવે પૂરું થઈ ગયું હતું. આકાશને હવે એમ.ડી.ની ડીગ્રી મળી ચૂકી હતી. જે વર્ષે આકાશને ડીગ્રી મળી એ જ વર્ષે એની મેડીકલ કોલેજની સ્થાપનાના પણ ૫૦ વર્ષ પુરા થતા હતા. તેથી ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશથી અનેક કલાકારોને મનોરંજન માટે બોલાવવામાં આવ્યા હતા. તેમાં વીર પણ સામેલ હતો. આકાશ અને આકાંક્ષા બંને આખા પ્રોગ્રામને હોસ્ટ કરવાના હતા. એટલે કોલેજના ડીન તેમની બધા કલાકારો જોડે ઓળખાણ કરાવતા હતા. બધાની ઓળખાણ કરાવતાં કરાવતાં તેઓ છેલ્લે વીર પાસે પહોંચ્યા. ડીને વીરની ઓળખાણ કરાવતા આકાશને કહ્યું, "આકાશ! આ વીર છે. તેઓ ખૂબ જ સારા શાસ્ત્રીય સંગીતકાર છે. અને