ઋણાનુબંધ - ભાગ-8

(19)
  • 2.8k
  • 1.8k

ઋણાનુબંધ ભાગ ૮ જે નંબર પરથી મને મેસેજ આવ્યો હતો એ નંબર પર મેં કોલબેક કર્યો પણ એ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. મને લાગ્યું કે એ નંબરનો ઉપયોગ કદાચ મને મેસેજ મોકલવા માટે જ કરવામાં આવ્યો હશે. એ ભલે કંઇ પણ હોય બાકી ઓડિયો ક્લિપમાં જે વાતચીત હતી એ મોટો પુરાવો સાબિત થાય તેમ હતી. મને યાદ આવ્યું, એ દિવસે ઓફિસની લેન્ડલાઇન પર જે નનામો ફોન આવ્યો હતો એ આના અનુસંધાનમાં જ હતો. મેં બે ત્રણ વખત એ ક્લિપ ધ્યાનથી સાંભળી. હવે એક એક પગલું ખૂબ સમજી વિચારીને ભરવાનુ હતું. સૌ પ્રથમ તો આ ક્લિપની સત્યતા ચકાસવાની હતી.