ઋણાનુબંધ - ભાગ-4

(19)
  • 4k
  • 2.3k

ઋણાનુબંધ ભાગ ૪ હું ઘરે પહોંચી. હજુ પણ પ્રિયાનાં એ શબ્દો મારા મનમાં પડઘાઇ રહ્યા હતા “બની શકે કે તારી મમ્મી સાથે જે બન્યું તેની બીજી બાજુ પણ હોય” ખરેખર હશે બીજી બાજુ? પણ જેના લગ્ન થઈ ગયા હોય, ખોળામાં એક છોકરી રમતી હોય છતાં એ બાઈએ લગ્નબાહ્ય સંબંધ બાંધ્યા હોય એની વાતની બીજી બાજુ હોય તો પણ શું એવડી મોટી હશે કે હું એને માફ કરી શકું? શું એક બાળકનું બાળપણ છીનવી લેવા કરતા પણ એની મજબૂરી મોટી હોય શકે? નહીં! એ નિષ્ઠુર સ્ત્રીની બાજુ એટલી તો મોટી ન હોય શકે કે હું એને માફ કરી દઉ. હું બેડમાં