વ્યથિત મન

(11)
  • 3k
  • 932

ઓહ ડાયરી આજ કેટલાં દિવસ બાદ મને સમય મળ્યો તને હાથમાં લેવાનો. ખરેખર કહુંને તો તારી સાથે વાત કરીને અજીબ શાંતિ મળે છે. તને તો ખબર જ છે એક સ્ત્રીનું જીવન કેટલું વ્યસ્ત હોય છે, છતાં પુરુષ કામ પરથી આવીને એમજ પુછે શું કર્યું આખો દિવસ, તમે એક જ થોડા કામ કરો છો, આખી દુનિયા કામ કરે છે. પણ‌ ખેર જવાદે આ તો દરેક સ્ત્રીની વ્યથા છે અને રહેવાની. હું જ્યારે ટ્યુશન ક્લાસ સલાવતી તે સમયની વાત છે. ત્યારે ઘણા વાલીઓ મારી પાસે આવી, અંગત સલાહ માંગતા કે શું કરવું જોઈએ, શું અમારે અમારા બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ માટે મૂકવાં