ઋણાનુબંધ - ભાગ-3

(19)
  • 4.1k
  • 2.4k

ઋણાનુબંધ ભાગ ૩ વહેલી સવારે મારી આંખ ખૂલી. દિલો દિમાગ પર હજુ ગઈકાલ રાતની પ્રણયક્રિડાનો આછેરો નશો છવાયેલો હતો. આળસ મરડીને હું બેઠી થઈ. આકાશ વહેલી સવારની ગુલાબી નીંદર માણી રહ્યો હતો. એના ચહેરા પરથી પરાણે વ્હાલુ લાગે એવું ભોળપણ નીતરી રહ્યું હતું. મેં એના ગાલ પર હળવેકથી પપ્પી કરી. ઉંઘમાં પણ એના હોઠ પર સ્માઈલ આવી ગઈ. હું ઉભી થઇ બાથરૂમમાં ગઈ. નિત્યક્રમ પતાવી કિચનમાં જઈ બે કપ ચા બનાવી. ચા ના કપ લઇને આકાશને ઉઠાડવા બેડરૂમમાં આવી. આકાશ અત્યારે ઉંધો સૂતો હતો. એક પગ સીધો અને બીજો પગ ઘૂંટણ પાસેથી વાળેલો હતો. એક હાથ તકિયાની નીચે આવે એમ