ઋણાનુબંધ - ભાગ-2

(12)
  • 4.4k
  • 2.6k

ઋણાનુબંધ - ભાગ ૨ ધીરેથી દરવાજો ખોલ્યો. થડકતા હૈયે ધીમે પગલે હું અંદર આવી. અંદર એકદમ અંધારું હતું. સાવચેતીથી બે ડગલાં આગળ વધી. આકાશને સાદ પાડવા ગઈ ત્યાં પાછળથી કોઈએતો મને પકડી અને મારા મોઢેથી ચીસ નીકળી ગઈ. આકાશ ખડખડાટ હસતો સામે આવ્યો. હું સખત ગભરાયેલી હતી. આકાશને સામે જોઈને હું એને વળગી ગઈ. “તું ઠીક તો છે ને? તને કંઇ થયું નથી ને? ક્યાં છે ચિઠ્ઠી? શું લખ્યું છે એમા? કોનું નામ છે? છોડીશ નહી હું કોઇને…” મારી આંખોમાંથી અંગારા વરસી રહ્યાં હતાં.. આકાશ મારી પીઠ પસવારતાં બોલ્યો “શાંત મારી જાંસીની રાણી…. શાંત… કંઇ નથી થયું મને આ તો