નેશનલ હાઇવે નં.૧ - ભાગ 1

  • 2.8k
  • 5
  • 1.4k

નેશનલ હાઇવે નં.૧        ગ્રીષ્મા ઓફીસથી છૂટીને સીધી બસ ડેપો જાય છે. ત્યાંથી તેની વડોદરા થી અમદાવાદની બસ હોય છે. તે રોજ વડોદરા થી અમદાવાદ બસમાં મુસાફરી કરતી હોય છે. હવે તેના માટે આ રસ્તો અજાણ્યો ન હતો. એ દિવસે તે વહેલી ઘરે જવા માટે નીકળી હતી. કારણ કે, ઘરે કોઇ અગત્યનું કામ હતુ. ટીકીટ લઇને ગ્રીષ્મા બસમાં બેસી ગઇ, પરંતુ આગળ હાઇવે પર તેના માટેની મુસીબત રાહ જોતી હોય છે તે વાતથી અજાણ તે કાનમાં હેન્ડસ-ફ્રી નાખીને ગીતો સાંભળવામાં વ્યસ્ત હતી.    અચાનક બસે બ્રેક મારી. ગ્રીષ્માએ જોયું કે, બસ આણંદ બાજુના ટોલટેક્ષ આગળ ઉભી રહી ગઇ.