ઋણાનુબંધ - ભાગ-1

(19)
  • 6.3k
  • 1
  • 3.3k

ઋણાનુબંધ ભાગ (૧)ટ્રિન..... ટ્રિન..... “મન્ડે મોર્નિંગ” અખબારની ઓફિસના લેન્ડલાઈન ફોન પર રીંગ વાગી રહી હતી. મેં આજુ બાજુ નજર ફેરવી, લંચ ટાઈમ હોવાથી બધા બહાર નિકળી ગયા હતાં એટલે મેં રીસીવર ઉપાડયું. “હેલ્લો...” “હેલો... મંડે મોર્નિંગ??” સામેથી એકદમ ધીમો... કાનમાં ફૂસફૂસ કરતો હોય તેવો પણ થોડો ગભરાટ ભર્યો અવાજ આવ્યો. “જી હાં! પણ તમારો અવાજ ધીમો આવે છે જરા જોરથી બોલશો પ્લિઝ?“ તમે કોણ બોલો છો? એણે ધીમા અવાજમાં જ પુછ્યું. “હું મંડે મોર્નિંગની ચિફ ક્રાઈમ રિપોર્ટર અવની ભાટિયા.. તમે કોણ?” “મેડમ તમારુ જ કામ હતું મારી વાત સાંભળો... મારી પાસે સમય ઓછો છે.” પછી એ છેડેથી ત્રણ ચાર મિનિટ