સુખની કિંમત

  • 12.6k
  • 1
  • 4.4k

મારો પરિવાર હું બપોર વચ્ચેનાં સમય દરમિયાન ઉઠીને બેડરૂમમાંથી બહાર આવી. સોફા પર તુલસી બેઠી બેઠી કંઈક લખી રહી હતી. એમને ખબર ન પડે એવી રીતે હું ચૂપચાપ એકદમ એમની પાછળ ઊભી રહી ગઈ. તુલસી લેખન વડે કંઈક લખી રહી હતી. મારું મન વાંચવા વ્યાકુળ બની બની ગયું. શિર્ષક હજુ લખ્યું ન હતું ફકરો પાડીને સુંદર અક્ષરે લખેલું કે માન્યતા આન્ટી તો ખૂબ જ ધનાઢ્ય પરિવારના છે. એમની લાઈફમાં કોઈ દુઃખ જ નથી. જે ખાવું હોય તે, આ મોબાઇલના ટેરવે ઓર્ડર કરી શકે. ચોકલેટ, કેક, કેટબરી, કોસ્મેટિક હોય કે શાકભાજી, ફ્રુટ કે મસાલા. મોટા મોટા મોલમાં ફરવા જવું હોય કેટલું