પ્રેમનો અહેસાસ - 16

  • 2.4k
  • 1
  • 1.5k

આપણે અગાઉ જોયું કે શરદે મિસ્ટર શાહને કાવ્યાની વાત કરી.શરદ શરતો વિશે બોલ્યો એટલે માનસીબેન પૂછવાં લાગ્યાં કે કેવી શરતો? હવે આગળ...."અ...હા મમ્મી. મીતેશ રાઠવાની થોડી શરતો છે જે કાવ્યાને માનવી પડશે.છ વર્ષ માટે કાવ્યાને એ લોકોએ સિલેક્ટ કરી છે. અને એનાં પેપર્સ પર કાવ્યાએ સાઈન પણ કરી દીધી છે.એ લોકોએ એડવાન્સ પણ આપવાનું કહયું છે.પરમ દિવસે કાવ્યાનું ફોટો શૂટ છે.અને એ પણ અહીંથી બીજી સીટીમાં છે.""પણ શરદ. કેવી શરતો?""મમ્મી એ માટે કાવ્યાને ગમે ત્યાં અને ગમે ત્યારે બોલાવે તો એને જવું પડશે.શુટને અનુરુપ કપડાં પણ પહેરવાં પડશે. અધવચ્ચે તે કોન્ટ્રાકટ કેન્સલ કરી શકશે નહિ. ""અરેરેરે...આપણાં ઘરની વહુ,આપણાં કૂળની મર્યાદા