નામકરણ ભાગ-૨ આગળના ભાગમાં આપણે જોયું તેમ, એક રાતે નિત્યાને શિવજીનું સપનું આવે છે જેમાં શિવજી તેને તેના અંશના જન્મવાની વાત કરે છે. આથી નિત્યા અને જતીનને શિવજીની કૃપાથી એક પુત્ર રત્નનો જન્મ થાય છે. બધા બહુ ખુશ હોય છે. ત્યાં નામકરણમાં જતીન બાળકની રાશિ પરથી નામ રાખવાની ના પાડે છે અને તેની ઇચ્છા તેણે પહેલેથી જે નામ વિચારી રાખેલ તે રાખવાની હતી. હવે આગળ......................... નિત્યા હવે બહુ ટેન્શનમાં હતી. તેને ખબર નહોતી પડતી કે શું કરવું. કેમ કે, બાળકના જીવનમાં નામ મહત્વનું હોય છે અને પહેલેથી જ આવા નામ પાડવામાં વિઘ્નોથી તે થોડી પરેશાન હતી. નિત્યા : એક