સાઈરામ દવે ના વીરરસ નો થાપો (ઝાપો) માથી પ્રેરાઈને લખેલ એક સરસ મજાની વાત કહેવી છે એક આખી પેઢી હું જોઈ રહ્યો છું કે જેને વડવાઈ નો હીંચકો જ જોયો નથી સાહેબ, એક આખી જનરેશન ને થાંભલી શું છે ઈ ખબર જ નથી, ઉંબરા કોને કહેવાય.. સાંકળ ખખડાવી ને કોક આવતું હતું ઘરે, ઘરની છબીઓ હજી છે'જ. છબીઓ પાછળ ચકલી રહેતી હતી. બા બાપુજી ના રામ કૃષ્ણ ના ફોટા પાછળ જગ્યા હોય ત્યાં માળો બનાવી ને એટલું સુરક્ષિત ફીલ કરતી હતી, અત્યારે તો ડીઝાઈનર એમ કહે કે બા બાપુજી ના ફોટા એક્ચ્યુલી મેચ નથી થતા ત્યારે માં બાપ ને એમ થાય