માણસને એક વખત પ્રેમની અનુભૂતિ થઈ જાય પછી જીવન સ્વર્ગ બની જાય છે. પ્રેમ એટલે બે હૃદય અને એક જીવ. બસ પછી એ વ્યક્તિ અને એના વિચારો એજ આપણી દુનિયા બની જાય છે. કોઈ વ્યક્તિનું શ્વાસમાં વસી જવું, કોઈ એક નામ હદયમાં ધબકવું, કોઈ એક છબીનું આંખોમાં કંડારાઈ જવું આ કંઈ અચાનક થઈ જતું નથી. આમ થવાનું કારણ પ્રેમ છે, અને પ્રેમથી પણ વિશેષ એ વ્યક્તિ પ્રત્યેની લાગણીઓ હોય છે. જ્યાં સાચી લાગણીઓ હોય છે ત્યાં આ બધું આપોઆપ થઈ જતું હોય છે. પોતાની જાતમાં એકબીજાની હયાતી અનુભવાય છે. હૃદયના દરેક ધબકારે એનું નામ લેવાય છે. આંખો બંધ કરો ત્યાં