ગુપ્ત: એક ભ્રમ - 1

  • 3.2k
  • 1.1k

ભાગ:૧ ગામડાનું વાતાવરણ એકદમ સ્તબ્ધ બની ગયું હતું. શિયાળાની કડકડતી ઠંડી અને સાંજનો સમય. ગામની પાદર માં આવેલ એક નળિયાબંધ મકાન. મકાનનાં ઊંડા અંધારા ઓરડામાંથી આવતો કિચૂડ... કિચૂડ... કિચુડ... નો ઘોડિયાનો અવાજ. કોઈની આંખો એ ઘોડિયા નાં હલનચલન ની સાથે રમી રહી હતી. ઘરની સાજ શણગાર ને જોઈને એવું લાગતું હતું કે, “કોઈ ઉત્સવની ઉજવણી ની જોરદાર તૈયારીઓ ચાલી રહી હતી.” પરંતુ કોઈ આઘાત નાં કારણે બધી જ તૈયારીઓ અને ઉજવણી વિખેરાઈ ગઈ હતી. ઘરનાં એક ખૂણા માં બેઠેલા સુગંધા બહેન. તેમના મુખ પર કોઈ જ હાવ ભાવ નહી. બસ સ્તબ્ધ થઈ બેઠાં હતાં અને કોઈ વાતનો માતમ મનાવી રહ્યા