નામકરણ - ભાગ-1

  • 3.9k
  • 3
  • 1.6k

નામકરણ ભાગ-૧ નિત્યા અને જતીન એક આદર્શ કપલ તરીકે ઓળખાતા. તેમની બંનેની સમજશક્તિ અને પ્રેમ એકબીજા માટેની પ્રેમ ભાવના જગજાહેર હતી. સારી નોકરી, પરિવાર અને એકબીજાનો સહકાર તેમના જીવનને પરિપૂર્ણ કરી દેતી હતી. બસ ખોટ હતી તેમના એક આધારની છે જે તેમની પ્રતિકૃતિ હોય. નિત્યાને પણ હવે આતુરતા હતી કે તેના હાથમાં કયારે તેનો અંશ આવે. એક રાતે નિત્યાને સપનામાં શિવજીના દર્શન થાય છે. શિવજી તેને એક નાનું શિવલીંગ આપે છે અને કહે છે કે, તારા જીવનમાં પણ એક અંશનો જન્મ થશે. નિત્યા આ સાંભળી ખુશ થઇ જાય છે ને જેવા શિવજીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જાય છે ત્યા