કાવ્યા હવે પોતાનું પિયર છોડી સાસરીમાં પગરવ માંડી રહી હતી. માનસીબેનની ખુશીનો આજે પાર નહતો.વસંતભાઈ પણ ખૂબ ખૂશ હતાં. માનસીબેને તો કાવ્યાની સ્વાગતની જોરદાર તૈયારી કરી દીધી. કાવ્યા અને શરદ આવ્યાં એટલે માનસીબેન બોલ્યાં,"શરદ બેટા ! બંને ત્યાં જ ઊભા રહો.મારે કાવ્યાની ગૃહપ્રવેશની વિધિ કરવી છે.""જી મમ્મી!"માનસીબેન આરતીનો થાળ લઈ આવ્યા. કાવ્યા અને શરદને કપાળે કુમકુમ લગાવી અક્ષત ચોંટાડયા. બંનેની આરતી ઉતારી અને કંકુવાળુ પાણી એક કથરોટમાં રાખી કાવ્યાની આગળ મૂકયું. "કાવ્યા!હવે તું અમારાં ઘરની વહુ પણ છે અને ઘરની લક્ષ્મી પણ.આ પાણીમાં પગ મૂક અને તારાં પગલાં આ ઘરમાં પાડ બેટા!""જી આંટી !""હવે આંટી નહી મમ્મી કહેવાનું. ""જી આંટી...સોરી..