આજે સર્વ પિતૃ શ્રાદ્ધ, ને કાગવાસ માટે હું ધાબા પર ગયો, થાળી મુકી કે તરત જ સામેજ કાગડાઓનું નું ટોળું આવ્યું , ઈચ્છા તો હતી કે આમાંથી કોઈ નો ઇન્ટરવ્યુ લઈ લઉ, પણ કાગડો બોલે કે નઈ એ આશંકા હતી ને અચાનક જ કાગડા ને વાચા ફૂટી: ' તું કેમ છેલ્લે દિવસે આવ્યો,, બીજા બધા તો ક્યારનાય ઇન્ટરવ્યૂ લઈ ગયા ?, ને જો સાંભળ બકા, તું ખીર લઈ ને આવ્યો છે એટલે હું ખાઈ જાઉં છું પણ સાથે તું ખમણ, ભજિયાં ને એવું બધું પણ ખાય છે ને ? તો એવું બધુ પણ ખવડાવવાનું, તું હમણાં બહારથી લાવ્યો ને તે