થોડા મહિનાઓ અગાઉ કેનેડા ગયેલા એક મિત્ર સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે ત્યાં કરિયાણાની દુકાન (સુપર સ્ટોર )માં કામ કરતા વ્યક્તિ કે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા વ્યક્તિ માટે પણ iphone નું લેટેસ્ટ મોંઘામાં મોંઘુ મોડલ ખરીદવું એ સાવ સામાન્ય વાત છે. એ મિત્રએ તો ત્યાં સુધી જણાવ્યું કે અહીં કેનેડામાં છ-સાત વર્ષ સામાન્ય નોકરી કરીને પણ પોતાની માલિકીનું ઘર ખરીદી શકાય જેના માટે ભારતમાં કદાચ અડધી જિંદગી નીકળી જાય.એવામાં હમણાં થોડા દિવસો અગાઉ સમાચાર આવ્યા કે બ્રિટનને પછાડીને ભારત પાંચમા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું.ભારતના GDP પર એક નજર કરીએ તો તેમાં ખેતી સહિતના પ્રાથમિક ક્ષેત્રનું યોગદાન