Menstruation Periods-(માસિક ધર્મ)

  • 4.3k
  • 1.4k

હું ૧૩ વર્ષની છું અને હવે મને માસિક ધર્મ(menstruation cycle/Period- ટાઈમમાં હોવું/અને અહીંયા વપરાતી સાદી ભાષામાં કહીએ તો અડવાનું નથી.) શરૂ થઈ ગયો છે.એમાં મારી કોઈ ભૂલ નથી. બસ ભગવાનની મહેરબાની છે. જેનું નામ લેતા જ આપણા ફેમિલી મેમ્બર્સ અને આ સમાજને શરમ આવે છે એને હવેથી હું દર મહિને અનુભવીશ. કારણ કે,હું પીરિયડ્સમાં છું.એમાં મારી કોઈ ભૂલ નથી. બસ ભગવાનની મહેરબાની છે. હજી મારી ઉંમર થોડી કાચી છે મારામાં થતા બદલાવ સમજવા માટે.કદાચ મારા કપડાં પર લાલ રંગનો ડાઘ દેખાઈ જાય તો મારી મજાક ના બનાવતા. કારણ કે,હું પીરિયડ્સમાં છું.એમાં મારી કોઈ ભૂલ નથી. બસ ભગવાનની મહેરબાની છે. ૫-૭